ચલા રંગ કુટિરમાં ગુરુપર્ણિમાઍ પાદુકા પૂજન કરાયું
- byDamanganga Times
- 30 July, 2026
વાપી, તા.૨૯ ઃ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની અસીમ કૃપાથી ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ચલા-વાપી સ્થિત શ્રી રંગ કુટિર ખાતે તા. ૨૯-૦૭-૨૦૨૬ બુધવારના રોજ પાદુકા પૂજન અને મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ ભક્તિભાવ સાથે ઉજવાયો.
સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ગુરૂ મહારાજના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી. સમગ્ર કુટિર પરિસર ભજન-કીર્તન અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું.
પૂજન બાદ બપોરે ૧૨ થી ૨ વાગ્યા સુધી ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદમાં સેંકડો ભક્તોઍ પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રંગ પરિવાર ચલા-વાપી દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકોઍ જણાવ્યું કે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂની પાદુકાઓનું પૂજન કરીને ભક્તોઍ ધન્યતા અનુભવી હતી.
