Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

વાપી-નામધા મુખ્ય માર્ગ પર ભારે વરસાદે દબાણની પોલ ખોલી

વાપી-નામધા મુખ્ય માર્ગ પર ભારે વરસાદે દબાણની પોલ ખોલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૯ ઃ વાપી-નામધા મુખ્ય માર્ગ પર ભારે વરસાદ બાદ રસ્તા ની વચ્ચે ખાડો પડી ગયો અને ઍક ભાગ ધસી પડતાં વર્ષોથી કરવામાં આવેલા દબાણ અને વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
પ્રા માહિતી અનુસાર, વાપી અને નામધાની સરહદ પર આવેલી ઍક ખાનગી જમીનમાંથી વર્ષોથી વરસાદી પાણી નજીક આવેલી ખણકીમાં કુદરતી રીતે વહી જતું હતું. જોકે, તાજેતરમાં આ જમીનનું વેચાણ થયા બાદ બિલ્ડર દ્વારા રહેણાંક પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન વરસાદી પાણીની કુદરતી ખણકી પુરાઈ જતાં પાણીના નિકાલમાં અવરોધ ઊભો થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ નીચે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયત અને માર્ગ-મકાન વિભાગ દ્વારા નાળું પણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમય જતાં તે પણ બિલ્ડર દ્વારા માટી અને અન્ય સામગ્રીથી બંધ થઈ ગયું હતું.
તાજેતરમાં વાપીમાં પડેલા ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ વધતા રસ્તાનો ઍક ભાગ ધસી પડ્યો હતો, જેના કારણે કુદરતી વરસાદી માર્ગ અને અગાઉ કરવામાં આવેલા દબાણની હકીકત સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્નાં છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે સમગ્ર મામલે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગને પુનઃસ્થાપિત કરવામાંની જરૂર છે.