દમણનો યુવક અોરવાડથી ગુમ
- byDamanganga Times
- 30 July, 2026
પારડી, તા.૨૯ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમશુદગીની જાહેરાત મુજબ દમણના મૂળ રહેવાસી અને હાલમાં પારડી તાલુકાના ઓરવાડ ખાતે રહેતા ૨૭ વર્ષીય પ્રજવલભાઈ કૈલાશભાઈ પટેલ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, ફરિયાદી વૈશાલીબેન પ્રકાશભાઈ પટેલ રહે. શુભ ઍવન્યુ સોસાયટી, માણેકનગર, ઓરવાડઍ જણાવ્યું છે કે તેમનો ભાણિયો પ્રજવલભાઈ કૈલાશભાઈ પટેલ છેલ્લા છ મહિનાથી તેમના ઘરે રહેતો હતો અને ટ્રાવેલ્સ તથા ટ્રેડિંગનો વ્યવસાય કરતો હોવાથી વારંવાર બહારગામ જતો હતો. તા. ૨૬ જૂન ૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧ઃ૦૦થી ૧૧ઃ૩૦ વાગ્યાના દરમિયાન પ્રજવલભાઈ દમણ ખાતે ટ્રાવેલ્સ અને ટ્રેડિંગના કામે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. અગાઉ પણ તેઓ કામસર બહાર જઈ બે-ત્રણ દિવસમાં પરત આવી જતા હતા, પરંતુ આ વખતે લાંબો સમય વીતી જવા છતાં ઘરે પરત ફર્યા નથી.
