Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

દમણમાં ગેરકાયદે ૧૦ દુકાનો હંગામી બંધ

દમણમાં ગેરકાયદે ૧૦ દુકાનો હંગામી બંધ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૨૯ ઃ માટી દમણમાં રાજીવ ગાંધી બ્રિજ પાસે આંબાવાડી કોર્નર વિસ્તારમાં, જિલ્લા વહીવટીતંત્રે અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી અને ૧૦થી વધુ દુકાનો હંગામીરાહે બંધ કરાવી. આ દુકાનો ચાઇનીઝ ફૂડ, કેટરિંગ અને પંચર રિપેર સહિત વિવિધ સેવાઓ ચલાવતી હતી.
કાર્યવાહી દરમિયાન, વહીવટીતંત્રે ઍક પંચરવાળી દુકાન દૂર કરી અને અન્ય દુકાનદારોને તાત્કાલિક તેમની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બધી દુકાનો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજીવ ગાંધી બ્રિજ પાસે આ રસ્તાની બાજુમાં આવેલી દુકાનો ઘણીવાર ટ્રાફિકને અવરોધે છે અને અકસ્માતોનું જોખમ ઊભું કરે છે. વહીવટીતંત્રના આ પગલાથી આ વિસ્તારમાં ટ્રાફિક સુવ્યવસ્થિત થવાની અપેક્ષા છે.