વાપીના સલવાવ ખાતે આવેલા બાપા સીતારામ આશ્રમમાં ગુરુપૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 30 July, 2026
વાપીના સલવાવ ખાતે આવેલા બાપા સીતારામ આશ્રમમાં ગત માર્ચ મહિનામાં નવનિર્મિત મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આજે ભક્તિભાવથી ભરપૂર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સવારથી જ પૂ. બજરંગદાસ બાપાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સાંજે મહાઆરતી બાદ આશ્રમ પરિસર ભજન-કીર્તન અને ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત સુધી ભક્તોનો ધસારો યથાવત રહ્ના હતો. આશ્રમ ટ્રસ્ટીઓ અને સેવકોઍ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
