Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ નારાજ

દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ નારાજ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૯ ઃ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે શિક્ષણ અને પરીક્ષા સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન નાના પક્ષો અને સ્વતંત્ર સાંસદોને બોલવાની તક ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્નાં કે તેઓ વિદ્યાર્થીઓ, વાલીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓ પર પોતાના સૂચનો આપવા માંગતા હતા, પરંતુ તેમને ગૃહમાં બોલવાની તક આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ઉમેશ પટેલે ઍમ પણ કહ્નાં કે શૂન્યકાળ દરમિયાન તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં તાજેતરમાં થયેલા પાણી ભરાવા અને મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી -ભાવિત લોકોના મુદ્દાઓ ઉઠાવવા માંગતા હતા, પરંતુ ગૃહમાં થયેલા હોબાળાને કારણે આ પણ શક્ય બન્યું નહીં.
વિરોધમાં, સાંસદ ઉમેશ પટેલ, સાંસદ રાજકુમાર રોત, વિશાલ પાટિલ, હનુમાન બેનીવાલ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને સંસદના મકર ગેટ પર શાંતિપૂર્ણ -દર્શન કર્યું.
તેમણે કહ્નાં કે લોકશાહીમાં, નાના પક્ષો, સ્વતંત્ર સાંસદો અને નાના રાજ્યો અને કેન્દ્રશાસિત -દેશોના -તિનિધિઓને તેમના વિચારો વ્યક્ત કરવાની સમાન તકો મળવી જોઈઍ.