Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

વલસાડના પૂરમાં રેલ્વેને રૂ. ૧.૨૦ કરોડની બેડશીટ, બ્લેન્કેટનું નુકશાન

વલસાડના પૂરમાં રેલ્વેને રૂ. ૧.૨૦ કરોડની બેડશીટ, બ્લેન્કેટનું નુકશાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડના કૈલાસ રોડ પર આવેલી ઍક લોન્ડ્રી માં ધોવા માટે આવેલા રેલ્વેની ઍક્સપ્રેસ ટ્રેનોમાં વપરાતા  ૧૫ હજાર  ચાદર અને ૧૨ હજાર તકિયા બ્લેન્કેટ સહિતનો જથ્થો  વલસાડમાં આવેલ રેલના પાણીની થાપટે  તણાઈ જતા સંચાલકને રૂ. ૧.૨૦ કરોડનું નુકસાન જવાની ઘટના બની છે. રેલ  ના પાણી ઉતારતા શોધખોળ કરતા કેટલીક ચાદર અને તકિયા મળી આવ્યા હતા.
વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ઍક અઠવાડિયા અગાઉ ભારે વરસાદના પગલે જિલ્લામાં ભયાનકપુર આવતા શહેરના નિચાણવાળા વિસ્તારના કૈલાસ રોડ પારડી સાંઢપોર, લીલાપુર વેજલપુર, હનુમાન ભાગડા  ઔરંગા નદી કિનારા આવેલા ગામોમાં રેલના પાણી ફરીવડતા ભારે ખાને ખાના ખરાબી થઈ હતી. વલસાડમાં રેલના પાણીથી અનેક લોકો બેઘર અને માલ સામાન થી પાયમાલ થઈ ગયા છે.
 પડ્ઢિમ રેલવે દ્વારા સુરત ઉધના અને વલસાડ રેલવે વિભાગની ટ્રેનોમાં   બ્લેન્કેટ ટુવાલ ચાદર ધોવા માટે તથા જાળવણી માટે લાવવામાં આવતા હતા. આ ધોવાનો કોન્ટ્રાક્ટ   વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર આવેલ  શેઠીયા  નગર વિસ્તારમાં  ધ્રુવ યાદવ નામના વ્યક્તિ ને આપવામાં આવ્યો હતો. આ તમામ સામગ્રી રેલ્વે ની માલિકીની છે લોન્ડ્રી સંચાલક ધ્રુવ યાદ આવે જણાવ્યું કે ૨૩મી જુલાઈના રોજ વલસાડ જિલ્લામાં ભારે પડેલા વરસાદના પગલે આવેલા ધસમસ્તા રેલના પાણીથી કૈલાશ રોડ શેઠિયા  નગરમાં આવેલ ફેક્ટરીની દિવાલ તૂટી ગઈ અને પાણી ફેક્ટરીમાં ઘૂસી જતા  અંદાજે ૧૫ હજારથી વધુ ચાદરો તેમજ ૧૨ હજારથી વધુ તકિયા અને બ્લેન્કેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પૂરના કારણે આમાંથી મોટાભાગની સામગ્રી પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાના પગલે અંદાજે ૧ કરોડ ૨૦ લાખ જેટલું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે.