વાપીમાં વેપારી સાથે જમીન પરવાનગીના નામે રૂ.૨.૧૨ કરોડની છેતરપિંડી
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપીના જમીન વેચાણ-ખરીદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ઉત્પલભાઈ બળદેવભાઈ પારેખ (રહે. આંગન, ગોકુલ વિહાર ટાઉનશીપ)ઍ તેમની સાથે જમીનની પરવાનગી અપાવવાના બહાને રૂ. ૨,૧૨૪૫૦૦૦ની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ ૩ ઇસમો સામે તા. ૨૮/૦૩/૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉત્પલભાઈઍ જણાવ્યું છે કે તેઓ છેલ્લા ૫ વર્ષથી વલસાડ જિલ્લામાં ૭૩,૭૩ ઍઍ વાણી જમીનના વેચાણ માટે કલેક્ટર અને મહેસૂલ વિભાગની પરવાનગી મેળવવાનું કામ કરે છે. વર્ષ ૨૦૨૪માં વાપી, વલસાડ સહિત કુલ ૪ જમીનની ફાઈલ માટે વાપીના રાજેશ ગૌતમનો સંપર્ક થયો હતો. રાજેશ ગૌતમે પોતાની ઓળખ ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા કન્સલ્ટન્ટ તરીકે આપી હતી. જે બાદ તેમણે રાજેન્દ્ર જેકડીયાની ઓળખ ગાંધીનગર સચિવાલય વર્ગ ૨ ના અધિકારી તરીકે કરવી હતી, અને ત્રીજી વ્યક્તિ ઍસ ઍસ ગોહિલ જેની ઓળખ ગાંધીનગર સચિવાલય વર્ગ ૧ ના અધિકારી તરીકે કરાવી હતી. આ ત્રણેય ઇસમો ઍ પોતાની ખોટી ઓળખ આપી હતી ફરિયાદી ઉત્પલ ભાઈને વિશ્વમાં લીધા હતાં
ઉત્પલભાઈના જણાવ્યા મુજબ રાજેશ ગૌતમ તેમને તા. ૧૪/૦૩/૨૦૨૪ના રોજ ગાંધીનગર લઈ ગયા હતા. ત્યાં રાજેન્દ્ર ઍમ. જેકડીયા નામના વ્યક્તિને મળાવ્યા હતા. રાજેન્દ્ર જે કડીયાઍ પોતાને મહેસૂલ વિભાગમાં વર્ગ-૨ના અધિકારી તરીકે ઓળખ આપી અને ૩ મહિનામાં કામ પૂરું કરી આપવાની બાંહેધરી સાથે રૂ. ૧૦ લાખની માંગણી કરી હતી.
પૈસાની લેવડ-દેવડ અંગે ઉત્પલભાઈઍ જણાવ્યું કે તા. ૧૫/૦૩/૨૦૨૪ના રોજ રૂ. ૫.૧૦ લાખ રાજેશ ગૌતમને આપ્યા. તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ રૂ. ૪.૯૦ લાખ યુનિયન બેંકમાં જમા કરાવ્યા અને તા. ૧૭/૦૩/૨૦૨૪ના રોજ રોકડા રૂ. ૫.૧૦ લાખ આપ્યા. કુલ રૂ. ૧૦ લાખ લીધા. કુલ ૪ ફાઇલ ની ગાંધીનગર વેચાણ પરવાનગી માટે હતી. જેમાં જેઓના નામની ફાઇલ હતી તેમની સાથે પણ ફરિયાદી ઍ સીધો સંપર્ક કરાવ્યો હતો જેમની પાસેથી ત્રણેય ઈસમોઍ અત્યાર સુધીમાં આંગણિયા મારફત, ઓનલાઈન, રોકડ મળીને ૨ વર્ષમાં કુલ રૂ. ૨.૧૪,૪૫૦૦૦/- પડાવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કરી છે. આરોપીઓઍ ફરિયાદી સાથે પારિવારિક સંબંધ કેળવી તેનો લાભ લઈ ઠગાઈ કરી હોવાનું જાણવા મળે છે. હાલ તો વાપી જીઆઇડીસી પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
