Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

સાંસદ ધવલભાઈ પટેલે ગૃહમંત્રીને પોતાનો બે વર્ષનો રિપોર્ટ કાર્ડ સોંપ્યો

સાંસદ ધવલભાઈ પટેલે ગૃહમંત્રીને પોતાનો બે વર્ષનો રિપોર્ટ કાર્ડ સોંપ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ગુરુ પૂર્ણિમાના દિને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે ઍક ખાસ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે  તાજેતરમાં વલસાડ જિલ્લામાં થયેલી ભારે અતિવૃષ્ટિ અને તેના પગલે હાથ ધરાયેલા બચાવ તથા રાહત કાર્યોની વિગતવાર માહિતી રજુ કરી હતી. અને વલસાડ જિલ્લો ઝડપથી સામાન્ય સ્થિતિ તરફ પાછો ફર્યો છે. ઍમ જણાવ્યું હતું.
આ ઉપરાંત, સાંસદના જનસેવાના પૂર્ણ થયેલા બે વર્ષના કાર્યકાળનો વિસ્તૃત રિપોર્ટ કાર્ડ પણ તેમણે ગૃહમંત્રી સમક્ષ રજુ કર્યો હતો. સાથે  અને પ્રજાકલ્યાણના કાર્યો, સંગઠનાત્મક બાબતો અને વિસ્તારના સર્વાંગી વિકાસને લગતા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી વલસાડ-ડાંગ લોકસભા વિસ્તાર તેમજ ગુજરાતના આદિવાસી અંચલોની સામાજિક, રાજકીય અને સંગઠનાત્મક સ્થિતિ અંગે પણ વિગતવાર આદાન-પ્રદાન કર્યુ હતું.