Damanganga Times.

Damanganga Times.

July 30, 2026

ગુરુપૂર્ણિમા નિમિત્તે મંત્રી કનુભાઈ દેસાઈઍ સંતોના આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમા નિમિત્તે મંત્રી કનુભાઈ દેસાઈઍ સંતોના આશીર્વાદ લીધા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ ગુરુપૂર્ણિમાના અવસરે ગુજરાત રાજ્યના નાણાંમંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ તેમજ વાપી નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષભાઈ પટેલે સલવાવના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની મુલાકાત લઈ  પુરાણી સ્વામી કેશવચરણદાસજીનું પૂજન કરી આશીર્વાદ પ્રા કર્યા હતા.
આ પ્રસંગે  રામ સ્વામી,  હરિ સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોઍ સંતો સાથે ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓની આપ-લે કરી ધર્મ, સંસ્કાર અને સમાજસેવાના કાર્ય અંગે ચર્ચા કરી હતી.મુલાકાત દરમિયાન ગુરુકુળના સંતો અને ટ્રસ્ટીઓઍ તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે સંસ્થામાં સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેના પરિણામે થયેલા વ્યાપક નુકસાન અંગે નાણાં અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને માહિતગાર કર્યા હતા. તેમણે સંસ્થાની હાલની પરિસ્થિતિથી અવગત થઈ જરૂરી સહકાર અને રાહત અંગે ચર્ચા કરી હતી.