સમરોલીની કાલા ખાડી પરના કાસને ખુલ્લો કરવા જિલ્લા કલેકટરે સુચન કયુ*
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૯ ઃ ચીખલી તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય ફેલાવવા પામ્યું હતું ચીખલી તાલુકાના સંખ્યાબંધ ગામોમાં આવેલ ખાડી અને કોતરોમાં ઠેર ઠેર કચરો ભરાવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા સંખ્યાબંધ કાચા અને પાકા મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા સંખ્યાબંધ પરિવારોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે દરમિયાન સમરોલી વિસ્તારમાંથી પસાર થતી કાલાખાડી માંથી પાણીનો નિકાલ ન થતા તેમજ સમરોલી નજીક આવેલ કચ્છી ચાલમાં વરસાદી પાણી સંખ્યાબંધ મકાનોમાં ફરી વળતા આ વિસ્તારના રહીશોને ભારે નુકસાન તેમજ આર્થિક બોજ ઉઠાવવાની નોબત આવી હતી જોકે વારંવાર સમસ્યાઓથી વાઝ આવી ગયેલા રહીશોઍ ચીખલી તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ જિલ્લા કલેકટરને આ બાબતે રજૂઆતો કરતા નવસારી જિલ્લા કલેકટર મનીષ ગુરવાની ઍ તત્કાલ ડ્રેનેજ પેટા વિભાગને સ્થળ તપાસ કરવાનો આદેશ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે જોકે આ બાબતે ડ્રેનેજ પેટા વિભાગના અધિકારીઓઍ ગુરુવારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું જણાવ્યું હતું.
