નનકવાડામાં જરુરીયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ તાજેતરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા નનકવાડા ગામના પૂર-ભાવિત વિસ્તારોમાં સ્થાનિક અગ્રણીઓ અને પ્રશાસન દ્વારા રાહત કામગીરી પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે. પૂરગ્રસ્તોની મદદ માટે હાથ ધરાયેલા આ ખાસ રાહત અભિયાન હેઠળ અસરગ્રસ્ત લોકોને જીવનજરૂરી સામગ્રીની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રાહત અભિયાન દરમિયાન સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઇ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઇ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્ના હતા. તેમણે પૂરથી અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ તેમની તકલીફો જાણી હતી અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટ સોંપીને આશ્વાસન આપ્યું હતું. સ્થાનિક અગ્રણીઓઍ જણાવ્યુ હતું કે પૂર-ભાવિત વિસ્તારના ઍકપણ નાગરિકને મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક -શાસન અને નેતાઓ સતત કાર્યરત છે અને આગળ પણ આવી જ રીતે રાહત સહાય પૂરી પાડવામાં આવશે.
