કરંજવેરીને નહેર તોડી બચાવાયું
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના ધસમસતા પૂરના પાણી સીધા કરંજવેરી ગામમાં ઘૂસી જતા ગામના મહાદેવ ફળિયા,પૂર્વ કોળીવાડ વિસ્તારમાં અને મુખ્ય માર્ગો પર જોતજોતામાં ૮ થી ૧૦ ફૂટ જેટલા નદીના પાણી ભરાઈ ગયા હતા. સવારે ૬ વાગ્યાની આસપાસ ઘરોમાં માત્ર ૧ ફૂટ પાણી હતું,
વલસાડ ના કરંજવેરી ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પૂરના પાણીનો નિકાલ માટે ઍક માત્ર રસ્તો હતો ગામમાંથી પસાર થતી નહેર સ્થિતિ વણસતી જોઈને ગ્રામજનોઍ તાત્કાલિક સરપંચ, તલાટી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી. સિંચાઈ વિભાગના અધિકારીઓઍ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણી કાઢવા માટે કાકરાપાર નહેરને તોડવાનો મોટો નિર્ણય લીધો હતો.જે બાદ અધિકારીઓ અને ગ્રામજનોની સહમતિ બાદ તાત્કાલિક થ્ઘ્ગ્ મશીન બોલાવીને કાકરાપાર નહેરનો અમુક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો . નહેર તોડતાની સાથે જ ગામમાં ભરાયેલા ઔરંગા નદીના પાણીને બહાર નીકળવા માટે રસ્તો મળી ગયો અને પાણી નહેરમાં થઈને આગળ ડાયવર્ટ થયું હતું.વલસાડ ની ઔરંગા નદીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા અને તેમાં સતત વધારો થતો હતો. જેથી ગામને વધુ નુકસાન અને જાનમાલની હાનિ ન થાય તે માટે નહેર તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના સમયસર લેવાયેલા આ નિર્ણયથી કાંજણહરી ગામ ઍક મોટા વિનાશમાંથી ઉગરી ગયું હતું.
