પારનેરા ડુંગર પર કોલેજીયન સાથે દુષ્કર્મના આરોપીને ૧૦ વર્ષની કેદ
- byDamanganga Times
- 30 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ચાર વર્ષ અગાઉ વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર ફરવા આવેલા પ્રેમી પંખીડાને ક્રાઈમ રિપોર્ટર ની ઓળખાણ આપી પ્રેમીને ધમકાવી ભગાડી બાદ યુવતીને ડુંગર લઈ જઈ દુષ્કર્મ કરનાર મુંબઈ સાન્તાક્રુઝના આરોપીને વલસાડની કોર્ટે ૧૦ વર્ષની સખત કેદ અને ૧.૧૫ લાખ રૂપિયા નો દંડ ભરવો દંડ નહીં ભરે તો વધુ ૧૦ માસની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે
વલસાડ શહેરમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૧૮ વર્ષીય યુવતી તેના પ્રેમી સાથે તા. ૧૮-૦૪-૨૨ ના રોજ વલસાડના જાણીતા ઐતિહાસિક ઍવા પારનેરા ડુંગર પર વીરાજેલા માતાજીના દર્શન કરવા માટે યુવતી તેના પ્રેમી સાથે મોપેડ પર સવાર થઇને અતુલ કંપની તરફ થી જતા ડુંગર ચઢવાના પગથિયાથી માતાજીના ડુંગર પર ગયા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સવારે ૮-૧૫ વાગ્યે અતુલ કંપની તરફ થોડે આગળ મોપેડ પાર્ક કરીને, ડુંગરની અંદરની બાજુમાં આવેલ જંગલમાં બંને પ્રેમીપંખીડાઓ ઍકાંત માણવા બેઠાં હતાં. તે સમયે ત્યાં બાઇક નં. જીજે.૧૫/બી.ઍન./૯૬૯૫ પર આવેલા ૩૫ વર્ષીય અજાણ્યો ઇસમ પોતાને ક્રાઇમ રિપોર્ટર કહીને પ્રેમી પંખીડાને ધમકાવી ડી. ઍસ.પી ઓફિસ લઈ જવા પડશે. અને મારી સાથે આવો તેમ કહેતા ગભરાવીને પ્રેમીના ખિસ્સામાંથી રૂપિયા ૫૦૦ કાઢી લઈ તેને બગાડી દીધો હતો અને જે બાદ પ્રેમિકાને ડીઍસપી ઓફિસે લઈ જવાની ધમકી આપી મોપેડ પર બેસાડી ચીચુવાડા તરફ જતા સુનસામ રસ્તેથી નજીક આવેલ જંગલમાં તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યો હતો. જે બાદ આરોપીઍ કોઈને જાણ કરશે તો દરરોજ તારી કોલેજ સુધી પીછો કરી તારા પરિવારને જાણ કરી બદનામ કરવાની ધમકી આપી ભાગી શક્યો હતો.
જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રેમીકા ઍ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં આરોપી પંકજ સમર બહાદુર સિંઘ રહે સહી પાર્ક અબ્રામા તથા ઉદવાડા રેટલાવ રહે.તા પારડી મૂળ રહે. ઘોસાવ યુપી. નું નામ બહાર આવતા ઍસઓજી ટીમના તાત્કાલિન પીઆઈ ગોસ્વામી તેમની ટીમ સાથે આરોપી પંકજસિંહ ને શાંતાક્રુઝ સ્પીચ મુંબઈ માંથી તારીખ ૦૪/૦ ૩ ૨૦૨૩ ના રોજ ધરપકડ કરી હતી.
જે અંગેનો કેસ વલસાડની ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે ઍપીપી નવીનભાઈ પ્રજાપતિ ઍ દલીલો ને ગ્રાહ્ના રાખી કોર્ટના વિદ્વાન જજ નીપાબેન સી. રાવલે આરોપી પંકજ સમર બહાદુર સિંઘ ને ૧૦ વર્ષની સખત કેદની સજા અને ૧.૧૫ લાખ રૂપિયા નો દંડ ભરવો દંડ નહીં ભરે તો વધુ ૧૦ માસની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.
