Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ચીખલીના જ્વેલર્સ સાથે છેતરપિંડી કરતા ફરિયાદ

ચીખલીના જ્વેલર્સ સાથે છેતરપિંડી કરતા ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૮ ઃ ચીખલી જુના વલસાડ રોડ ઉપર આવેલ ચામુંડા જવેલર્સમાં ૧૩. ૭. ૨૬ ના રોજ હુસેન યુસુફ પારડીવાલા રહે. વલસાડ જેણે લલિત ભૂરારામ દેવારામ ચૌધરી ઉ.વ. ૩૧ રહે રઘુનાથ પાર્ક જુના વલસાડ રોડ ની દુકાનમાં આવી જણાવેલ કે મારી પાસે ૨૬.૮ ગ્રામની સોનાની બંગડી છે અને મેં ઍચડીબી ફાઈનાન્સમાં મુકેલ છે અને તેના ઉપર લોન લીધેલ હોય જેના રૂપિયા ૧.૨૫ લાખ ભરવાના બાકી છે તો તમે ૧.૨૫ લાખ રૂપિયા આપો તો હું સોનાની બે બંગડી છોડાવીને તમને  વેચાણ માટે આપીશ ઍમ જણાવતા લલિત ચૌધરીઍ ચીખલી લાયન્સ ગાર્ડન પાસે આવેલ ઍસબીઆઈ ના ઍટીઍમમાં આવી રૂપિયા ૫૦, ૫૦ અને ૨૫ હજાર ઉપાડી કુલ રૂપિયા ૧.૨૫ લાખ હુસેન યુસુફ પારડીવાલા ને આપ્યા હતા અને હુસેન  પારડીવાલા કહેલ કે મારી મમ્મી ચીખલી ડેપો પર ઉભી છે અને હું લઈને આવું ઍમ લલિત ચૌધરીને કહી ગયા બાદ મોબાઇલ નંબર ઉપર લલિતે ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો ત્યારે લલિત ચૌધરીને અહેસાસ થયો હતો કે પોતે છેતરાયો છે જે બાદ ચીખલી પોલીસ મથકમાં હુસેન યુસુફ પારડીવાલા સામે ફરિયાદ નોંધાવી છે.