Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ચીખલી હાઈવેથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

ચીખલી હાઈવેથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૨૮ ઃ ચીખલી ને.હા નંબર ૪૮ ઉપર આવેલ ચીખલી ઓવરબ્રિજ ઉતરતા મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર ચીખલી પોલીસ સવારના સમયે વોચ ગોઠવીને બેઠી હતી દરમિયાન ઍક ખાનગી રાહે બાતમી મળી હતી કે  વાપી થી દારૂ ભરીને ઍક વેન્યુ કાર નંબર જીજે૧૬ ઍફબી ૦૮૬૬ સુરત તરફ જઈ રહી છે જેના આધારે ચીખલી પોલીસે ઉપરોક્ત નંબર વાળી કારને આંતરિ તલાસી લેતા કારમાંથી વિસ્કી તથા ટીન બિયર બોટલ નંગ ૯૧૨ જેની અંદાજિત કિંમત રૂપિયા ૨.૫૯.૬૮૦ તથા વેન્યુ કાર કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦ તેમજ બે નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૯.૭૯.૬૮૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
જ્યારે ગાડીમાં સવાર જગદીશ બુધિયા વસાવા રહે ખરચી ભીલવાડા ગામ આમલી ફળિયું તા ઝઘડિયા જી. ભરૂચ તેમજ નરેન્દ્ર બાબુ વસાવા ઉ.વ.૨૦ રહે ખરચી ભીલવાડા ગામ આમલી ફળિયું તા ઝઘડિયા જી ભરુચ આ બે શખ્સો ને પકડી પાડી વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો પ્રીતમ હેમંત પટેલ રહે ડુંગરી ભરા ફળીયા તા.જી વલસાડ જેણે ભરાવી આપ્યો હતો જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર જીતુ વસાવા રહે. માંડવા ગામ તા અંકલેશ્વર જી. ભરૂચ આ બે શખ્સોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.