Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપી મનપાના હોદ્દેદાર પાસે ૫ હજારની માંગણી

વાપી મનપાના હોદ્દેદાર પાસે ૫ હજારની માંગણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૮ ઃ વાપીમાં સરકારી અધિકારી બનીને લોકોને ડરાવીને પૈસા પડાવતી ઠગ ટોળકી ફરી સક્રિય થઈ છે. વાપી મહાનગરપાલિકાના ઍક વરિષ્ઠ હોદ્દેદારને ફોન કરીને તેમની ફોર્ચ્યુનર કાર પકડાઈ હોવાનું કહી ૫ હજાર રૂપિયાની માંગણી કરવાનો બનાવ બન્યો છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે વાપી મનપાના હોદ્દેદારના મોબાઈલ પર ઍક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. સામેથી બોલનાર ઈસમે પોતાની ઓળખ આરટીઓ અધિકારી તરીકે આપીને કહ્નાં કે સાહેબ તમારી ફોર્ચ્યુનર કાર અમારા હાથમાં પકડાઈ છે. તે છોડાવવી હોય તો તાત્કાલિક ૫ હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો કાર જ કરી લેવામાં આવશે.
જોકે ફોન આવ્યો તે સમયે હોદ્દેદાર પોતે જ પોતાની ફોર્ચ્યુનર કારમાં બેઠા હતા. ઠગની વાત સાંભળીને તેમને તરત જ શંકા ગઈ. તેમણે ઠગ ઈસમને સ્પષ્ટ શબ્દોમાં કહ્નાં કે જે કરવું હોય તે કરી લે.
હોદ્દેદારના આ જવાબ બાદ સામેથી ફોન કરનાર ઠગ ગભરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે ફરી ક્યારેય ફોન કર્યો ન હતો. આવા ઠગ ઇસમોથી નાગરિકો ઍ સાવચેત રહેવાની જરૂર છે,આરટીઓ, પોલીસ કે અન્ય કોઈપણ સરકારી વિભાગના નામે ફોન કરીને પૈસાની માંગણી થાય તો તરત જ પોલીસનો સંપર્ક  કરવો.