તીઘરામાં કાર અડફટે ઘવાયેલા બાળકનું અંતે મોત
- byDamanganga Times
- 29 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૨૮ ઃ પારડી તાલુકાના તીઘરા ગામે પુરઝડપે આવતી વોક્સવેગન ટાયગન કારે ૧ વર્ષના બાળકને ટક્કર મારી હતી મળતી માહિતી અનુસાર તીઘરા ગ્રામ પંચાયત નજીક દુર્ગા માતાના મંદિર સામે રોડ કિનારે માસૂમ બાળક ચંદન રમી રહ્ના હતો ત્યારે ગફલતભરી અને પુરઝડપે કારચાલક આવીકાર નંબર ઞ્થ્ ૧૫ ઘ્મ્ ૮૮૩૧થી રમી રહેલા માસૂમ બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા બાળકને તુરંત વાપીની હરીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોઍ તેને મૃત જાહેર કર્યો હતો. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની અને અહીં ટાઇલ્સ બેસાડવાનું મજૂરી કામ કરતા નાહટીયા તોલીયા નિનામા ના ૧ વર્ષના પુત્ર ચંદનનું કાર અકસ્માતમાં ગંભીર ઇજા થવાને કારણે મોત નિપજતા શોક નું મોજું ફરી વળ્યું હતું. પારડી પોલીસે મૃતક બાળકના પિતા નાહટીયા નિનામા રહે. મધ્યપ્રદેશ ની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર કાર ચાલક મહિલા શ્રીજાબેન કેયુરભાઈ પટેલ રહે. કુંતા વાપી વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
