Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

મોરાઈમાં ૧૫ કલાક ધસમસતા પૂર સામે ઝઝૂમનાર શ્રમજીવી મછુંદ્ર યાદવ ઍ ખોફનાક રાત અને અનુભવને યાદ કરતા કહે છે ડર કે આગે જીત હૈ...

મોરાઈમાં ૧૫ કલાક ધસમસતા પૂર સામે ઝઝૂમનાર શ્રમજીવી મછુંદ્ર યાદવ ઍ ખોફનાક રાત અને અનુભવને યાદ કરતા કહે છે  ડર કે આગે જીત હૈ...

(મુકુન્દ સોની દ્વારા)
ગત સાહે વાપી અને આસપાસના વિસ્તારોમાં પડેલા ધસમસતા વરસાદ વચ્ચે ઍક ઍવી ઘટના બની જેણે માનવ હિંમતની તમામ સીમાઓ તોડી નાખી. મોરાઈની આલોક કંપનીમાં છેલ્લા ૧૭ વર્ષથી નોકરી કરતા ૫૫ વર્ષીય મછુંદ્ર યાદવે ૧૫ કલાક સુધી પૂરના પાણી સામે જંગ ખેલીને મોતને માત આપી.
મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા ગામના વતની મછુંદ્ર યાદવ, જેનો પરિવાર યુપીમાં રહે છે, પત્ની અને ૨ દીકરી તથા ઍક દીકરો જે ગોરખપુરમાં નોકરી કરે છે, પોતે મોરાઈની કંપનીની ટુકવાડા હાઈવે પૂર્વમાં નિર્માણાધિન નવા પુલની બાજુમાં નદી કિનારે આવેલી રૂમમાં રહે છે. બુધવારે રાત્રે રાબેતા મુજબ નોકરીથી છૂટીને રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે તે સાથી મિત્ર સાથે જમીને સૂઈ ગયો હતો.
ગુરુવાર તા. ૨૩ ના રોજ વહેલી સવારે ૩ઃ૩૦ વાગ્યે અચાનક તેને પોતાની ખાટલી નીચે પાણીનો સ્પર્શ થતાં જાગી ગયો. આંખ ખોલીને જોયું તો ચારે તરફ માત્ર પાણી જ પાણી હતું. તેણે તરત જ મિત્રને જગાડ્યો. ગભરાટમાં મિત્ર દોડીને ભાગ્યો અને કમનસીબે પૂરના પ્રવાહમાં તણાઈ ગયો. જોકે આગળ જતા સ્થાનિકોઍ તેને બચાવી લીધો.
મછુંદ્ર યાદવ કંઈ વિચારે તે પહેલાં પાણીનો પ્રવાહ ઍકદમ વધી ગયો. તેણે ત્વરિત સૂઝથી પોતાનો મોબાઈલ ગમછામાં બાંધી માથે મૂકી દીધો. જીવ બચાવવા તે પણ પાણી સાથે વહી રહ્ના હતો ત્યાં જ તેના હાથમાં હાઈટેન્સન લાઈનનો મોટો પોલ આવી ગયો. તેણે તે પોલને મજબૂતીથી પકડી લીધો. જેમ જેમ પાણીનું લેવલ વધતું ગયું તેમ તેમ તે પણ પોલ પર ઉપર ચઢતો ગયો.
આખી રાત ધસમસતા વરસાદ અને કાળા અંધકાર વચ્ચે તે તે પોલ પર અડીખમ ઊભો રહ્ના. સવારે ૬ વાગ્યે અજવાળું થતાં તેણે મદ માટે બૂમો પાડી, પરંતુ પાણીનો પ્રચંડ પ્રવાહ હોવાના કારણે કોઈ તેની પાસે પહોંચી શક્યું નહીં. ગુરુવારે આખો દિવસ પણ તે ભૂખ્યા-તરસ્યા પૂરની વચ્ચે હિંમત હાર્યા વિના ઊભો રહ્ના.
અંતે સાંજે ૬ઃ૩૦ વાગ્યે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું. હેલિકોપ્ટરમાં હાજર બે પાયલોટ અને બે જવાનોઍ તેના બંને ખભામાં બચાવ દોરડું ભેરવીને તેને ઉપર ખેંચી લીધો. તેને તાત્કાલિક દમણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તમામ મેડિકલ ટેસ્ટ નોર્મલ આવતા ડોકટરો અને કોસ્ટગાર્ડના જવાનો પણ તેની હિંમત જોઈને અચંબામાં પડી ગયા. તમામે તેની સાથે હાથ મિલાવીને તેની હિંમતને દાદ આપી.
હોસ્પિટલથી તેણે સીધો પોતાના દીકરાને ફોન કરીને સલામત હોવાના સમાચાર આપ્યા. બીજા જ દિવસે તે મિત્ર સાથે વાપી પરત ફરીને બે દિવસ બાદ કામે લાગી ગયો. આજે પણ આ હિંમતવાન વ્યક્તિ ટુકવાડાની ઍક સાઇટ પર ઍ જ રૂમમાં રહે છે.
તેણે કહ્નાં, મોત સે ક્યાં ડરના, વો તો જબ આની હૈ આયેગી, ડર કે આગે જીત હૈ. દેવરિયા ગામના વતની મછુંદ્ર યાદવ કંપનીની ટુકવાડા હાઈવે પૂર્વમાં નિર્માણાધિન નવા પુલની બાજુમાં નદી કિનારે આવેલી રૂમમાં રહે છે. બુધવારે રાત્રે રાબેતા મુજબ નોકરીથી છૂટીને રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે તે સાથી મિત્ર સાથે જમીને સૂઈ ગયો હતો. ગુરુવાર તા. ૨૩ ના રોજ વહેલી સવારે ૩ઃ૩૦ વાગ્યે અચાનક તેને પોતાની ખાટલી નીચે પાણીનો સ્પર્શ થતાં જાગી ગયો. આંખ ખોલીને જોયું તો ચારે તરફ માત્ર પાણી જ પાણી હતું. તેણે તરત જ મિત્રને જગાડ્યો. ગભરાટમાં મિત્ર દોડીને ભાગ્યો અને કમનસીબે પૂરના પ્રવાહમાં તણાઈ ગયો. જોકે આગળ જતા સ્થાનિકોઍ તેને બચાવી લધો.
મછુંદ્ર યાદવ કંઈ વિચારે તે પહેલાં પાણીનો પ્રવાહ ઍકદમ વધી ગયો. તેણે ત્વરિત સૂઝથી પોતાનો મોબાઈલ ગમછામાં બાંધી માથે મૂકી દીધો. જીવ બચાવવા તે પણ પાણી સાથે વહી રહ્ના હતો ત્યાં જ તેના હાથમાં હાઈટેન્સન લાઈનનો મોટો પોલ આવી ગયો. તેણે તે પોલને મજબૂતીથી પકડી લીધો. જેમ જેમ પાણીનું લેવલ વધતું ગયું તેમ તેમ તે પણ પોલ પર ઉપર ચઢતો ગયો.
આખી રાત ધસમસતા વરસાદ અને કાળા અંધકાર વચ્ચે તે તે પોલ પર અડીખમ ઊભો રહ્ના. સવારે ૬ વાગ્યે અજવાળું થતાં તેણે મદ માટે બૂમો પાડી, પરંતુ પાણીનો પ્રચંડ પ્રવાહ હોવાના કારણે કોઈ તેની પાસે પહોંચી શક્યું નહીં. ગુરુવારે આખો દિવસ પણ તે ભૂખ્યા-તરસ્યા પૂરની વચ્ચે હિંમત હાર્યા વિના ઊભો રહ્ના.
અંતે સાંજે ૬ઃ૩૦ વાગ્યે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું. હેલિકોપ્ટરમાં હાજર બે પાયલોટ અને બે જવાનોઍ તેના બંને ખભામાં બચાવ દોરડું ભેરવીને તેને ઉપર ખેંચી લીધો. તેને તાત્કાલિક દમણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તમામ મેડિકલ ટેસ્ટ નોર્મલ આવતા ડોકટરો અને કોસ્ટગાર્ડના જવાનો પણ તેની હિંમત જોઈને અચંબામાં પડી ગયા. તમામે તેની સાથે હાથ મિલાવીને તેની હિંમતને દાદ આપી. હોસ્પિટલથી તેણે સીધો પોતાના દીકરાને ફોન કરીને સલામત હોવાના સમાચાર આપ્યા. બીજા જ દિવસે તે મિત્ર સાથે વાપી પરત ફરીને ફરી કામે લાગી ગયો. આજે પણ આ હિંમતવાન વ્યક્તિ ટુકવાડાની ઍક સાઇટ પર ઍ જ રૂમમાં રહે છે. તેને કંપની સંચાલકોઍ પણ બિરદાવ્યો હતો. અત્યાર સુધીમાં તેને મળવા વટાર ના સેવાભાવી યુવક રિકેન પટેલ આવ્યો હતો અને રાશન કીટ આપી હતી. તેણે કહ્નાં, મોત સે ક્યાં ડરના, વો તો જબ આની હૈ આયેગી, ડર કે આગે જીત હૈ.