Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડી બ્લડ બેîકમાં વરસાદી પાણી ઘૂસ્યુંઃ ૩૦૦ યુનિટ રકતનો જથ્થો બચાવાયો

પારડી બ્લડ બેîકમાં વરસાદી પાણી ઘૂસ્યુંઃ ૩૦૦ યુનિટ રકતનો જથ્થો બચાવાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ સમગ્ર વલસાડ જિલ્લામાં દિવસભર અને રાત્રી દરમિયાન અતિભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. જાણકારોના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ ૪૦ વર્ષમાં આટલા ટૂંકા સમયમાં આટલો ભારે વરસાદ નોંધાયો નહોતો. પરિણામે સમગ્ર પારડી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પારડીના લગભગ દરેક ઘર, દુકાન અને વેપાર-ધંધા પર પૂર અને વરસાદની અસર જોવા મળી હતી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બ્લડ બેન્કમાં પણ વહેલી સવારે ઍકથી દોઢ ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. બ્લડ બેન્કના રેફ્રિજરેટર અને અન્ય સાધનો પાણીમાં ડૂબી જાય અથવા વીજ પુરવઠો ખોરવાઈ જાય તો લાખો રૂપિયાના કિંમતી રક્ત જથ્થાનો નાશ થઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ ભારે વરસાદને કારણે પારડી બ્લડ બેંક પરિસરમાં અંદાજે ૧.૫ થી ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. બ્લડ બેંકમાં આશરે ૨૫૦ થી ૩૦૦ યુનિટ જેટલો રક્તનો જથ્થો સંગ્રહિત હોવાથી, તેને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક ઇમરજન્સી -ોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી બ્લડ બેન્કના ઍડમિનિસ્ટ્રેટર અજયભાઈ ઠાકોરે તાત્કાલિક ડૉ. ઍમ. ઍમ. કુરેશી અને સંજય બારિયાનો સંપર્ક કર્યો. બંને તુરંત બ્લડ બેન્ક ખાતે પહોંચી ગયા. દિનેશભાઈ સાકરિયાઍ પણ તરત જ ૭થી ૮ કાર્યકરોને મદદ માટે મોકલ્યા. તમામે મળીને બ્લડ બેન્કના રેફ્રિજરેટર સહિતના ભારે સાધનોને આશરે બે ફૂટની ઊંચાઈઍ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ત્યારબાદ હાઈવેની ડ્રેનેજ સિસ્ટમમાં ભરાયેલા ઘન કચરાને દૂર કરીને પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો. પરિણામે બ્લડ બેન્કની અંદર અને આસપાસ ભરાયેલું પાણી ઝડપથી ઉતરવાનું શરૂ થયું.
આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના પાંચથી છ જેટલા સ્વયંસેવકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ડોલ વડે પાણી બહાર કાઢવાનું શરૂ કર્યું, જ્યારે પારડી હોસ્પિટલ દ્વારા મોટર પંપની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી. ભારે વરસાદ વચ્ચે સતત બે કલાકના સંયુક્ત પ્રયાસો બાદ બ્લડ બેન્ક સંપૂર્ણપણે સુરક્ષિત થઈ ગઈ અને સૌઍ રાહતનો શ્વાસ લીધો. સદનસીબે તમામ રક્તનો જથ્થો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્ના છે અને સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે આગામી બોર્ડ મીટિંગમાં જરૂરી તકેદારી ના પગલાં લેવા અંગે નિર્ણય કરવામાં આવશે હોવાનું ડો. ઍમ.ઍમ. કુરેશી ઍ જણાવ્યું હતું.