Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ટુકવાડા વિસ્તારમાં પૂરગ્રસ્તોને ઍક મહિનાની રાશન-કીટ અપાઈ

ટુકવાડા વિસ્તારમાં પૂરગ્રસ્તોને ઍક મહિનાની રાશન-કીટ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ અતિવૃષ્ટિના લીધે આવેલા વિનાશક પૂરના કારણે પારડી વિધાનસભાના ટુકવાડા ગામમાં ઓવર ફળિયા તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારોના અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યાં હતા. જેના લીધે ઘરમાં અનાજ સહિત બધીજ વસ્તુઓ પાણીમાં ડૂબી જવાથી બગડી જવા પામી હોય તેઓ ગંભીર મુશ્કેલીમાં મૂકાય ગયા હતા જેની જાણ થતા સેવા પરમો ધર્મનાં ઉદેશ્ય થી પારડી વિસ્તારના ધારાસભ્ય કનુભાઇ દેસાઇના સીધા માર્ગદર્શન હેઠળ પારડી શહેરથી રાજેશભાઇ પટેલ, અબ્દુલ સઇદ હુશેન શેખ, ખુશાલભાઇ ભાટી, જેસિંગ ભરવાડ, જતીનભાઈ દેસાઇ, રમેશભાઈ સહિન પટેલ,તરંગ તેજસ પટેલ અમર પટેલ, ધર્મેશભાઈ પટેલ, હિરેન પટેલ ધર્મિન પટેલ, જેવા સામાજીક આગેવાનો ઍ ભેગા થઈ ઍમને અંદાજે ઍક મહિના સુધી ચાલી શકે ઍવી અનાજ કીટ જેમાં ચોખા, દાળ, તેલ, ઘઉં નો લોટ, ચા,ખાંડ, કઠોળ અને સંપૂર્ણ મસાલો ઍમનાં ઘરે ઘરે પહોંચાડી ઍમને મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો.