Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડી - ઉદવાડા રેલ્વે સ્ટેશને મુસાફરોને ભોજન પીરસાયું

પારડી - ઉદવાડા રેલ્વે સ્ટેશને મુસાફરોને ભોજન પીરસાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ  પારડી ઉદવાડા રેલવે સ્ટેશન પર  ભૂસાવલ બાંદ્રા ટ્રેન વરસાદ ના કારણે યાર્ડ માં સ્ટોપ આપ્યું હતું જેમાં મુસાફરો ને તકલીફ ના પડે ઍ માટે ઉદવાડા સ્ટેશન વેપારી મંડળ તથા ભક્તિ મંડળ અને રેટલાવ ગામવાસીઓ  મળી સવારે ચા બિસ્કિટ વેફર બપોરે ખીચડી સાજે વેફર તથા પાવ શાક ની વ્યવસ્થા કરી હતી ૧૦૦૦ પ્રવાસી ઓ ઍ દરેક ભાઈઓ નો આભાર વ્યક્ત કરીયો હતો. જેમાં નાના બાળકો મહિલા વડીલો દવા ટેબ્લેટ   જેને તાવ તથા બીજી તકલીફ હતી દવા પૂરી પાડવામાં આવી હતી.