અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત, સહાય અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું
- byDamanganga Times
- 29 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૮ ઃ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર પારડી ખાતે સેવા કામગીરી હાથ ધરી હતી. પારડી શહેર વિસ્તાર વોર્ડ નં ૭ શ્રી ગણેશ મંદિર વિસ્તાર, શાકભાજી માર્કેટ તળાવ વિસ્તાર , મચ્છી માર્કેટ વિસ્તાર પારડી શહેર વોર્ડ નં ૪ શિવનગર વિસ્તાર તળાવ થી નીચાણ વિસ્તારના અતિ વરસાદને કારણે પૂરથી અસરગ્રસ્ત પરિવારજનોને કેશડોલ સહાય રૂ.૬૮૦૦ તેમજ તલપતરી અને રેશન કીટ સહાય ફાળવી હતી અતિ ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલ પરિવારજનો ને સહાયક બનવા માટે કટિબંધ આગેવાન કનુભાઈ દેસાઈ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર પારડી તાલુકા ખાતે સેવા કામગીરી હાથ ધરી હતી.
સારણ ગામ પટેલ ફળિયા, કોળીવાલ સરપંચ ગણેશભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ભાવનાબેન ટીડીઓ ભગવોડા બગવાળા ગામ હળપતિ વાસ, ખાડી ફળિયા સરપંચ જાગૃતિબેન નાયક આગેવાન જહારભાઈ પાઠક તીઘરા ગામહળપતિ વાસ, સરકારીયા ફળિયા સરપંચ હેમાબેન જીતુભાઈ હળપતિ સરોધી ગામ ચિત્રા ફળિયા વિસ્તાર અને આસપાસ ના અસરગ્રસ્ત વિસ્તાર વેલવાગલ ગામ તલી ફળિયા સરપંચ ડિમ્પલબેન અમિતભાઈ પટેલ અતિ વરસાદને કારણે પૂરથી અસરગ્રસ્ત પરિવારજનોને કેશડોલ સહાય રૂ.૬૮૦૦ તેમજ તલપતરી અને રેશન કીટ સહાય ફાળવી હતી.
વાપી શહેર પ્રમુખ મનીષભાઈ દેસાઈ વાપી મહાનગરપાલિકા કારોબારી ચેરમેન સતિષભાઈ પટેલ પારડી તાલુકા પ્રમુખ પુનિત પટેલ જીગ્નેશભાઈ ઉડવાડિયા કારોબારી ચેરમેન પારડી તાલુકા પંચાયત સભ્ય અપેક્ષાબેન, હેમાબેન યુવા પ્રમુખ રવિભાઈ ધર્મેન્દ્રભાઈ રાજુભાઈ સરપંચ શંકરભાઈ પટેલ સરપંચ રવિન્દ્રભાઈ પટેલ સરપંચ જીગ્નેશ પટેલ પારડી મહામંત્રી દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયા સહ કન્વીનર સત્યેન પંડ્યા પારડી -ાંત અધિકારી નિરવભાઈ પટેલ. પારડી મામલતદાર કટારિયા નગરપાલિકાના નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા.
