Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નવી ઇકોફિક્સ ટેકનોલોજીથી વરસાદમાં બગડેલા રસ્તાનું પેચવર્ક

નવી ઇકોફિક્સ ટેકનોલોજીથી વરસાદમાં બગડેલા રસ્તાનું પેચવર્ક


 વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ઍપ્રોચ રોડ પર માર્ગમાં પડેલા ખાડાઓ તથા વરસાદી નુકસાનને તાત્કાલિક ધોરણે દૂર કરવા વલસાડ (મા.મ.) વિભાગ (રાજ્ય) દ્વારા ઇકોફિક્સ  ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં માર્ગની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે, વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે તેમજ સ્થાનિક નાગરિકો અને માર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને અવરજવરમાં નોંધપાત્ર રાહત મળી છે.