Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

કૈલાસ રોડનો ઔરંગા પુલ ચાલુ થયો

કૈલાસ રોડનો ઔરંગા પુલ ચાલુ થયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ કલેકટર અને મા.મ. વિભાગે સ્મશાન ભૂમિ પાસેના  નીચા પુલની ખરાબમાં ખરાબ હાલતને સાફ કરી રીકાર્પેટીંગ યુદ્ધના ધોરણે કરી અવર-જવર મંગળવારથી શરૂ કરાવી છે પરંતુ ઍક કિલોમીટર દૂર છિપવાડના રેલવે અંડરપાસમાં ઍક મીટર થી વધુ ભયંકર દુર્ગંધ મારતા ગંદા પાણીનો નિકાલ થયો નથી જેથી  નાના વાહનોઍ મોગરાવાડી ૩૨૯ રેલવે અન્ડર પાસ નો ઉપયોગ કરીને વલસાડ શહેરમાં અવરજવર કરવી પડે છે  જેની ઊંચાઈ પણ બે મીટર ઓછી થઈ જતા હવે માત્ર ઇકો પસાર થઈ શકે ઍવું છે જેથી હાલમાં તેની અંદર ભારે અવર-જવર વધી ગઈ છે.
આ ઍક કિલોમીટરમાં પણ કાદવ કીચડની જોઈઍ તેવી સફાઈ નહીં થતાં દ્વિચક્રી વાહનો લપસવાના બનાવો બને છે. રેલવે અંડર પાસ ૩૩૦ પહેલા ભયંકર ખરાબ હાલત રસ્તાની છે. ગુંદલાવ- ૪૦ ગામની જનર્તા પૂછે છે કે ઔરંગાપુલ પર અવરજવર શરૂ થઈ પણ અંડર પાસ નું શું? ક્યારે ખુલ્લો થશે? જો વલસાડમાં બે ત્રણ ઇંચ વરસાદ પડશે ઍટલે ઍ ૩૨૯- મોગરાવાડી પણ બંધ થઈ જશે.