Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ઉમરગામમાં જરુરીયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું

ઉમરગામમાં જરુરીયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૭ ઃ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવના માર્ગદર્શન હેઠળ સેવાભાવી ટીમ અને અપાર કંપનીના સહયોગથી રાહત સામગ્રીનું વિતરણ, સહયોગીઓનો વ્યક્ત કર્યો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવાના હેતુથી નગરપાલિકાના વિવિધ વોર્ડમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, કારોબારી અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર, શહેર ભાજપ પ્રમુખ મયંક પ્રેસવાલા, મહામંત્રી વિશ્વકર્મા ટંડેલ, કોર્પોરેટરો તેમજ અપાર કંપનીના પ્રતિનિધિ બલવીરસિંહ પરમાર અને સેવાભાવી કર્મચારીઓની ટીમ સક્રિય રીતે જોડાઈ હતી.

રાહત વિતરણ દરમિયાન અનેક જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ આપવામાં આવી હતી, જેના કારણે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી હતી.

 સેવા કાર્યમાં સહયોગ આપવા બદલ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે અપાર કંપની તથા સમગ્ર સહયોગી ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, સમાજના સહયોગથી આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવામાં આવશે.