Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ધરમપુરમાં બુટલેગરની કારે નાકાબંધી તોડી જવાનને અડફેટે લીધો

ધરમપુરમાં બુટલેગરની કારે નાકાબંધી તોડી જવાનને અડફેટે લીધો


ધરમપુર, તા.૨૬ ઃ ધરમપુર-ખેરગામ જકાતનાકા ત્રણ રસ્તા નજીક પોલીસે દારૂ ભરેલી હ્નાન્ડાઇ ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કારચાલકે કાર રોકવાને બદલે પોલીસ તથા જી.આર.ડી.ના જવાનો ઉપર કાર ચઢાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જી.આર.ડી. સભ્ય રાહુલભાઈ ઠાકોરભાઈ સોલંકીને કારની ટક્કર વાગતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસે ડ્રાઇવર પુખરાજ રામલાલ સૈન ઉં.વ. ૨૩ મૂળ રહે. કુકાવાસ, તા. બાગોડા, રાજસ્થાન અને ક્લીનર વિકાશ બુધરામ બિડ્ઢોઈ ઉં.વ. ૨૧મૂળ રહે. માણકી રાજસ્થાનને ઝડપી પાડ્યા હતાં. બંને આરોપીઓ પાસેથી હ્નાન્ડાઇ ક્રેટા કાર, દારૂ સાથે કુલ રૂ. ૩,૭૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં કારનો મૂળ નંબર ઞ્થ્-૦૧-ધ્ક્ષ્-૧૫૫૧ હોવાનું સામે આવ્યું હતું. આ ગુનામાં દારૂ ભરેલી  કાર આપનાર લાલસીંગ, સફેદ ઍક્ટિવા પર પાયલોટિંગ કરનાર જીતુ નામનો ઇસમ તથા દારૂ મંગાવનાર અજાણ્યો ઇસમને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે.