Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

દૂધ-શાકભાજીની અછત રહી

દૂધ-શાકભાજીની અછત રહી


 બુધવાર રાત્રિથી શરૂ થયેલો અનરાધાર વરસાદ ગુરુવારે આભ ફાટ્યું હોય તેમ મોડી સાંજ સુધી વરસ્યો હતો. સત વરસાદના કારણે વાપીનો હાઈવે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વરસાદની સાથે જ રેલ્વે વ્યવહાર પણ બંધ થઈ જતા દૂધ અને શાકભાજી ભરીને આવતા ટેમ્પો શહેરમાં પ્રવેશી શક્યા ન હતા. જેના કારણે સાંજ સુધીમાં શહેરમાં દૂધ અને શાકભાજીની ભારે અછત સર્જાઈ હતી.  વરસાદ ધીમો પડતા જ લોકો દૂધ માટે ડેરીઓ બહાર ઉમટી પડ્યા હતા.
જે કેટલીક ડેરીઓમાં સ્ટોક હતો ત્યાં લાંબી લાઈનો જોવા મળી હતી. લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને દૂધ મેળવવું પડ્યું હતું.