Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

વલસાડના નીચાણવાળા વિસ્તારોનું જીલ્લા કલેકટરે નિરીક્ષણ કર્યુ

વલસાડના નીચાણવાળા વિસ્તારોનું જીલ્લા કલેકટરે નિરીક્ષણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ ઍલર્ટ જાહેર કરાતા જિલ્લા કલેકટર નીતિન સાંગવાને અગમચેતીના ભાગરૂપે વલસાડ શહેરના નીચાણવાળા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ આ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સંબંધિત વિભાગોને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી સૂચનો કર્યા હતાં. ઔરંગા નદીમાં પાણીનું સ્તર ઉંચુ આવતા કાશ્મીરા નગર અને આસપાસના રહેવાસીઓનું સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અંદાજિત ૨૫૦થી ૩૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રામલલ્લા હોલ ખાતે આશ્રય સ્થાનમાં તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. 

સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્ના હોવાથી વલસાડ જિલ્લા કલેકટરઍ આજે સવારે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરઍ વલસાડ નગરપાલિકા, વલસાડ પોલીસ અને ઍનડીઆરઍફની ટીમ સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં જરૂરી તકેદારીના પગલાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કલેકટરઍ ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ ખડેપગે તૈનાત છે ઍમ જણાવી જાહેર જનતાને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી. 

જિલ્લા કલેકટરની આ મુલાકાત વેળા વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, વલસાડ મામલતદાર વિકાસ વાઘેલા અને વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ સાથે રહ્ના હતા.