રાજયમાં સૌથી વધુ માર્ગ અકસ્માતોવાળા જિલ્લામાં વલસાડનો પણ સમાવેશ ઃ ડીઍસપી
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ઍસોસિઍશન, વલસાડ, વલસાડ જિલ્લા પોલીસ, વાપી મહાનગરપાલિકા અને જિલ્લા શિક્ષણ વિભાગ, વલસાડના સંયુક્ત ઉપક્રમે મંગળવારે પદ્મ વિભૂષણ રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ, નામધા રોડ, વાપી ખાતે માર્ગ સુરક્ષા જાગૃતિ પ્રતિભા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ ઉપસ્થિત રહ્ના હતા. વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, જિલ્લા નાયબ પોલીસ વડા બી. ઍન. દવે, વાપી મહા નગરપાલિકાના કમિશનર ઍન. કે. ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રીબેન ટંડેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ઍસોસિઍશનના અધ્યક્ષ પૂજ્ય કપિલ સ્વામી, પ્રમુખ અલ્પાબેન કોટડિયા, મહામંત્રી ડૉ. મિત્તલબેન ધાખડા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમની શરૂઆતમાં મહામંત્રી ડૉ મિત્તલબેન ધાખડાઍ આમંત્રિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગ સુરક્ષાના સાચા દૂત બની પોતાના પરિવાર તેમજ સમાજમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.
વાપી મહા નગર પાલિકાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષભાઈ પટેલ, કપિલ સ્વામીજી તથા કમિશનર દ્વારા માર્ગ સુરક્ષા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત ૧૦૦ „ પરિણામની સિધ્ધિ હાંસલ કરનાર શાળાઓને બિરદાવી હતી.કાર્યક્રમ દરમિયાન માર્ગ વલસાડ જિલ્લાની વિવિધ શાળાઓ કે જેમણે વિતેલા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ „ પરિણામ મેળવી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર આચાર્યો તથા ૫૨૫ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોઍ માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો સમયની જરૂરિયાત હોવાનું જણાવતાં સૌને જવાબદાર વાહનચાલક બનવાનો સંદેશ આપ્યો હતો.
આભારવિધિ ડીવાયઍસપી બી.ઍન. દવેઍ આટોપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળા સંચાલકો, શિક્ષકો અને નાગરિકોઍ હાજરી આપી માર્ગ સુરક્ષાના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
