દમણમાં ૧૦ કલાકમાં ૮ ઈંચ વરસાદ
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૨ ઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બુધવારે દિવસભર વરસાદ ચાલુ રહ્ના. સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી આશરે ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. સતત ધોધમાર વરસાદને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે બધી શાળાઓમાં રજા જાહેર કરી છે.
મુશળધાર વરસાદને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ધોબી તળાવ ઓવરફલો થઈ ગયું હતું.વરસાદને કારણે અનેક ઇમારતોના ર્પાકિંગમાં આવેલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા, પાણી ભરાઈ ગયાના અહેવાલ મળતાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર વિભાગની ટીમો વિવિધ સ્થળોઍ દોડી ગઈ અને રાહત અને સ્થળાંતર કામગીરી શરૂ કરી હતી.
નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે ઍક ઍડવાઈઝરી જારી કરીને નાગરિકોને વિનંતી કરી કે ગુરુવારે ઓરેન્જ ઍલર્ટ અમલમાં રહેશે.
ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળો. કોઈપણ કટોકટી, પાણી ભરાવા કે અન્ય સમસ્યાઓના કિસ્સામાં, નાગરિકો ૧૦૭૭ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.વહીવટીતંત્રે લોકોને હવામાન વિભાગની ચેતવણીઓનું પાલન કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.
