Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

જિલ્લામાં માત્ર ૧૨ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

જિલ્લામાં માત્ર ૧૨ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા સાંબેલાધાર વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર વોચ રાખી વિવિધ વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્ય, બચાવ કાર્ય અને સેવા કાર્ય ચાલી રહ્ના છે,  વલસાડ જિલ્લા પુર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગતો મુજબ, ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ રાત્રિ દરમિયાનથી વલસાડમાં અનરાધાર વરસાદ વરસી રહ્ના હતો. જેને પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી તેમજ તળાવો પણ ઓવરફલો થવાની ઘટના બની હતી. જેને પગલે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને નીચાણવાળા અનેક વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની તાગ મેળવી સંબંધિત વિભાગના અધિકારીઓને અસરગ્રસ્તો માટે તમામ પ્રકારની સુવિધા કરવા માટે સૂચના આપી હતી. આજે બુધવારે તા. ૨૨ જુલાઈને બુધવારે દિવસ દરમિયાન સવારે ૬ થી સાંજે ૮ સુધીના જિલ્લામાં સરેરાશ ૯ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વલસાડમાં ૨૮૩ મી.મી. (૧૧.૩૨ ઈંચ), ધરમપુરમાં ૧૪૨ મી.મી.(૫.૮૦ ઈંચ), પારડીમાં ૨૪૬ મી.મી. (૯.૯૦ ઈંચ), કપરાડામાં ૧૮૦ મી.મી. (૭.૦૫ ઈંચ), ઉમરગામમાં ૩૭૧ મી.મી. (૧૪.૯૦ ઈંચ), વાપીમાં ૧૫૨ મી.મી.(૬.૦૨ ઈંચ) અને નાનાપોંઢામાં ૧૬૪ મી.મી. (૬.૦૫ ઈંચ) વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ હતું. ખાસ કરીને સૌથી વધુ વલસાડ તાલુકામાં દર બે કલાકે બબ્બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે તિથલ રોડ અને અબ્રામાની પોશ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા.  સિઝનના કુલ વરસાદની વાત કરીઍ તો, તા. ૨૧ જુલાઈ સુધી જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ ૧૨૧૫.૭૧ મી.મી. ઍટલે કે, ૪૭.૮૬ ઈંચ હતો પરંતુ તા. ૨૨ જુલાઈની રાત્રિથી દિવસ દરમિયાન દેમાર વરસેલા વરસાદને પગલે મેઘરાજાઍ જિલ્લામાં આજરોજ બુધવારે સિઝનના કુલ વરસાદ ૧૫૦૫.૧૪ મી.મી  ઍટલે કે, ૬૦.૨૦ ઈંચ સાથે પોતાની અડધી સદી પુરી કરી દીધી છે. તાલુકાવાર સિઝનનો કુલ વરસાદ જોઈઍ તો, વલસાડમાં ૧૬૦૪ મી.મી.(૬૪.૧૬ ઇંચ), ધરમપુરમાં ૧૧૨૬ મી.મી.(૪૫.૦૪ ઈંચ), પારડીમાં ૧૬૬૧ મી.મી. (૬૬.૪૪ ઈંચ), કપરાડામાં ૧૭૯૩ મી.મી.(૭૧.૭૨ ઈંચ), ઉમરગામમાં ૧૫૬૧ મી.મી.(૬૨.૪૪ ઈંચ), વાપીમાં ૧૪૦૭ મી.મી.(૫૬.૨૮ ઈંચ) અને નાનાપોંઢામાં ૧૩૮૪ મી.મી. (૫૫.૩૬ ઇંચ) વરસાદ નોંધાયો છે.

  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી. જ્યાં પાણી ભરાવાની રહીશોની ફરિયાદ મળે ઍટલે ત્વરિત ઍનડીઆરઍફની ટીમ સ્થળ પર પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય સ્થળાંતરિત કરાયેલા અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરવા માટે સેવા ભાવી સંસ્થાઓ પણ આગળ આવી હતી.