Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ડાંગનાં શામગહાન નજીક ટ્રક-કાર ભટકાઈ

ડાંગનાં શામગહાન નજીક ટ્રક-કાર ભટકાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૧૯ ઃ પ્રા વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલ સામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો અને સુરત તરફથી સાપુતારા તરફ જઈ રહેલ. કાર.ન.જી.જે.૦૫.જે.ઈ.૩૯૯૧ જે બન્ને સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શામગહાન નજીકનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો અને કારને બોનેટનાં ભાગે જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર સુરતી પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.