Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

સાપુતારામાં પ્રવાસીઅોનું ઘોડાપુરથી ટ્રાફિકજામ

સાપુતારામાં પ્રવાસીઅોનું ઘોડાપુરથી ટ્રાફિકજામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૧૯ઃ સમગ્ર ગુજરાત સહિત ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતાની સાથે જ, રાજ્યના ઍકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રવાસીઓનું જાણે ઘોડાપૂર ઉમટ્યુ છે.વીકેન્ડ અને મનમોહક હવામાનનો ત્રિવેણી સંગમ થતા જ મોટી સંખ્યામાં સહેલાણીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા સાપુતારા તરફ વળ્યા છે.જેને પગલે સાપુતારા ઘાટમાર્ગમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી હતી અને ઠેરઠેર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી ધુમ્મસ અને લીલીછમ હરિયાળી વચ્ચે સાપુતારાના મુખ્ય પ્રવાસન સ્થળો જેવા કે ટેબલ પોઈન્ટ, હેલિપેડ ગ્રાઉન્ડ અને સ્વાગત સર્કલ ખાતે વાહનોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.જેના પગલે ર્પાકિંગ અંગે અરાજકતા સર્જાઈ હતી. અને પ્રવાસી વાહનચાલકો હેરાન થયા હતા. સાપુતારામાં ચારેય તરફ પ્રવાસીઓની ભારે ભીડનાં પગલે વાતાવરણ કિલકિલાટ નાદોની સાથે ગુંજી ઊઠ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં સાપુતારા,ગીરમાળનો ગીરાધોધ, વઘઇનો -પ્રખ્યાત ગીરાધોધ,ડોન હિલસ્ટેશન જેવા જોવાલાયક સ્થળો પણ પ્રવાસીઓથી ઉભરાઈ ગયા હતા.