Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ ચેકિંગ, ૨૬ દુકાનદારને રૂ. ૫૨૦૦નો દંડ

કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ ચેકિંગ, ૨૬ દુકાનદારને રૂ. ૫૨૦૦નો દંડ


વલસાડ, તા. ૧૭ કપરાડા તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં ટાસ્ક ફોર્સ દ્વારા આજ રોજ આકસ્મિક ચેકિંગ દરમ્યાન ૨૬ દુકાનદારો પાસેથી રૂપિયા ૫૨૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી વલસાડની અધ્યક્ષતામાં બનાવેલી ટાસ્ક ફોસમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને ફુડ અને ડ્રગ્સ વિભાગ સાથે મળીં કપરાડાનાં આજુબાજુના વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર  કુલ ૨૬ કેસ અને રૂપિયા ૫૨૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍ.કે. સિંહ ,ઍપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગમાંથી ઍ.ઍસ.આઈ ઍ.બી. ઠાકુર, ફુડ અને ડ્રગ્સ વિભાગમાંથી કે.ઍ. પટેલ અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ અને સોશિયલ વર્કર ઍ.ઍ.પટેલ ટીઆઈઈસીઓ રમણભાઈ ચૌધરી હાજર રહી સફળપુર્વક કામગીરી કરવામાં આવી હતી.