Damanganga Times.

Damanganga Times.

July 16, 2026

દમણમાં સાયબર સુરક્ષા અંગે વર્કશોપ યોજાયો

દમણમાં સાયબર સુરક્ષા અંગે વર્કશોપ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
દમણ, તા. ૧૫ ઃ થ્રીડીના માહિતી પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ભારત સરકારના નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (ફફૂઞ્ઝ઼)ના સહયોગથી બુધવારે દમણ સ્થિત સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના સેમિનાર હોલમાં રાજ્ય ડેટા માટે સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવવું વિષયક કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રશાસનના માહિતી પ્રૌદ્યોગિકી સચિવ અજય કુમાર ગુાના હસ્તે દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું. આ પ્રસંગે ઍનઆઈસીના ઍડિશનલ સ્ટેટ ઇન્ફોર્મેટિક્સ ઓફિસર ઉત્પલ મહેતા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા.
વર્કશોપના પ્રારંભિક સત્રમાં ફફૂઞ્ઝ઼ના ઉપ મહા-બંધક પૂજા કાંડપાલે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી સાયબર સુરક્ષા પહેલો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સમાપન સત્રમાં ફત્ચ્ન્ત્વ્ દમણના પ્રિન્સિપાલ કિશોર ઍસ. ચૌધરીઍ સરકારી વિભાગો માટે સાયબર સુરક્ષાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપ દરમિયાન સાયબર જોખમો, ડેટા સુરક્ષા, ડિજિટલ ગોપનીયતા અને સરકારી વિભાગોમાં અસરકારક સાયબર સુરક્ષા અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.