બારોલિયામાં વલસાડના બિલ્ડરો દ્વારા છેતરપિંડીની કલેકટરને ફરિયાદ
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ ધરમપુર તાલુકાના બારોલિયા ગામે આવેલ ઓમ સાંઈ રેસીડેન્સી સોસાયટીના મકાન માલિકો અને પ્લોટ ધારકો સાથે વલસાડના બિલ્ડરો દ્વારા ગંભીર છેતરપિંડી કરવામાં આવી હોવાનું લેખિત પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડતા રોષે ભરાયેલા રહીશોઍ વલસાડના કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે ધરમપુર તાલુકા ના બારોલિયા ગામે આવેલા ઓમ સાંઈ રેસીડેન્સીના રહીશોઍ વલસાડના બિલ્ડરો પાસેથી મકાન બનાવવાના હેતુસર જમીન અને પ્લોટો જરુરી શરતો સાથે ખરીદ્યા હતા પણ પ્લોટ વેચાયાના લાંબા સમય બાદ પણ આજદિન સુધી બિલ્ડરો દ્વારા સોસાયટીમાં કોઈ પણ પ્રકારની સુવિધા ફાળવવામાં આવી નથી. અને ઉડાઉ જવાબો આપી વાત ટાળી દેવાની કોશિશ કરી બિલ્ડરોઍ રહીશો સાથે મોટી છેતરપિંડી કરી હોવાની વાત બહાર આવી છે. જેથી અંતે રહીશોઍ કલેક્ટર કચેરી, વલસાડના દ્વાર ખખડાવ્યા છે. રહીશોઍ માંગ કરી છે કે બંને બિલ્ડરો સામે તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
