છીરીમાં ૪૦ મીટર ઊંચા મોબાઈલ ટાવર પર નશાબાજનો અઢી કલાક હાઈ વોલ્ટેજ ડ્રામા
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ છીરી ગાલા મસાલા વિસ્તારમાં આજે સાંજે ૪ વાગ્યે અહીંનો ઍક નશાબાજ રમઝાન નામક યુવક અહીંના ૪૦ મીટર ઊંચા બીઍસઍન ઍલ ટાવર ઉપર ચઢી જઈ લટકાવાથી લઈ સેલ્ફી લેવા જેવાં સ્ટંટ કરવાં લાગતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વાપી ટાઉન ફાયર બ્રિગેડ વિભાગની બે ટીમ બે બંબા અને જીઆઇડીસી ની ઍક ટીમ તથા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લગભગ અઢી કલાક ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રોમાં બાદ યુવકની પત્ની અને બાળકીને લઈ આવતા બંને ને જોઈ યુવક પીગળી ગયો હતો અને જાતેજ નીચે ઊતરી પડતાં લોકોઍ હાશકારો અનુભવ્યો હતો.નીચે ઉતરતજ પોલીસે તેની અટકાયત કરી હતી. ઘટનાને પગલે સેંકડો લોકોના ટોળાં સ્થળ ઉપર ઍકઠાં થઈ ગયાં હતાં.
