નાશિક-પેઠ હાઈવે પર ઈકો-કન્ટેનર અકસ્માતમાં ૪ ના મોત
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ મંગળવારે નાશિક-પેઠ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ઍક મહિલા સહિત ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા. ઝડપી ગતિઍ જઈ રહેલી ઇકો કાર કન્ટેનર સાથે જોરદાર રીતે અથડાતા ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા ઍક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માત ઍટલો ભયાનક હતો કે ઇકો કાર કન્ટેનરની નીચે ઘૂસી ગઈ હતી અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો કારમાં સવાર સેલવાસના ત્રણ અને સરીગામના ઍક મળી ચારના મોત થયા હતા. કારમાં સવાર મુસાફર માં મૃત્યુ પામેલાઓની ઓળખ થઈ છે. જેમાં ઉમરગામ તાલુકાના અંબુભાઈ છગનભાઈ વડવી રહે. બોંડપાડા, સરીગામ અને દાદરા નગર હવેલીના ત્રણ મૃતકોમાં રાજેશભાઈ રહે. સાયલી, કૌશલ્યાબેન કક્કડ રહે. સુરંગીઅને રમનભાઈ રહે. પીપ્રોની, તરીકે થઈ છે. અકસ્માત બાદ કન્ટેનરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
