વલસાડ રૂરલ પોલીસ દ્વારા ઍક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૫ ઃ વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા ના માર્ગ દર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આજરોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ભદેલી, હિંગરાજ ઊડાન સ્મશાન ભૂમિ માં આયોજિત ઍક પેડ માં કે નામ ના કાર્યક્રમમાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ વિરોધી તથા કોસ્ટલ સુરક્ષા જન-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભ્લ્ત્ વાય.પી. હડીયા તથા લ્બ્ઞ્ ના પોલીસ સ્ટાફની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગામજનો કુલ ૭૦ થી વધુઍ ભાગ લીધો હતો.આ પ્રસંગે ડ્રગ્સના સેવનથી યુવાધનની જિંદગી પર થતી વિપરીત અસરો, શારીરિક પ્રમાનસિક નુકસાન તથા ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળની કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ભ્લ્ત્ વાય.પી. હડીયા દ્વારા ડ્રગ્સની લત કેવી રીતે જીવન બરબાદ કરે છે અને પોલીસને મદદરૂપ થઈ સમાજને વ્યસનમુક્ત કેવી રીતે બનાવવો તે અંગે તથા દરિયાઈ સુરક્ષા તકેદારી અંગે સ્પીચ આપવામાં આવી હતી.
