વલસાડમાં ઉડાન અને લાયન્સ દ્વારા સ સેવા સંગમ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 16 July, 2026
વલસાડ, તા. ૧૫ ઃ ઉડાન - ધ વિંગ્સ ઓફ ટેલેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તા. ૧૧ જુલાઈ, ૨૦૨૬ ને શનિવારે સંસ્કાર કેન્દ્ર હોલ માં સ સેવા સંગમ કાર્યક્રમ આયોજિત થયો આ અંતર્ગત વિશાળ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પમાં કુલ ૩૭૨ દર્દીઓઍ લાભ લીધો. કેમ્પ દરમિયાન જનરલ મેડિકલ ચેકઅપ, આંખોની તપાસ, દાંતની તપાસ, પંચકર્મ સારવાર તેમજ વિવિધ લેબોરેટરી ટેસ્ટ જેવી આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉપરાંત તમામ લાભાર્થીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી, જેના કારણે અનેક દર્દીઓને તાત્કાલિક સારવાર અને માર્ગદર્શન મળી શક્યું. આ આયોજનને સફળ બનાવવામાં આયોજક ડો. જાનકી ત્રિવેદી ઍ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર સેવા અભિયાનને સફળ બનાવવા માટે ય્પ્ઝ઼ વાગલધરાની ટીમ તેમજ ડૉ. નાઇલ દેસાઈની ટીમે નિઃસ્વાર્થ સેવા આપી અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટરો તથા સ્વયંસેવકોના સહયોગથી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમમાં લાયન્સના ગવર્નર હેમલભાઈ પટેલ તથા અન્ય લાયન્સ સભ્યો હાજર રહ્ના હતા. આ સેવા યજ્ઞમાં લાયન્સની કુલ ૧૩ ક્લબો જેવીકે વલસાડ તિથલ રોડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઅલ ઍરિયા, અંકલેશ્વર સીટી, સુરત નકોડા, સુરત રિવરસાઇડ, વાપી આલ્ફા, ઉદવાડા સંજીવની, બારડોલી, વાપી સેન્ટ્રલ, ભીલાડ આરાધના, વાપી ગ્રેટર, વાપી ઇન્ટીગ્રેટેડ, વાપી ડ્રિમ વગેરે ઍ સહભાગી બની સેવા કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
