વલસાડ ડેપોનો દૈનિક મુસાફરો વિરોધી કારભાર
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૧૫ ઃ ખેરગામથી વલસાડ- ૨૦ કિ. મી. નિયમ વિરુધ્ધ ઉભા ઉભા મુસાફરી કરતા પ્રવાસીઓૅં કોરોના કાળ પછી બંધ કરેલી વલસાડ ખેરગામ સામસામેની ઇન્ટરસિટી સેવા સાત વર્ષ પછી પણ શરૂ નહીં કરી, ખેરગામથી પરત થતી મોટા ભાગની બસને આગળ સુધી લંબાણ કરી ગેરકાયદે હેરફેર કરતા વાહનોને ખુદ ઍસટી જ કમાણી કરાવી રહી છે. હાલમાં જેટલી દોડે છે તેની સંખ્યા કમ સે કમ બમણી થવી જોઈઍ પણ તેવું નહીં કરીને આરટીઓ વિરુદ્ધ ગેરકાયદેસર માત્ર ૩૨ બેઠક પર ૩૨ મુસાફરોને જ લઈ જવાના બદલે ૮૦ થી ૧૦૦ જેટલા ભરચક ઠાંસી ઠાંસીને મુસાફરોની હેરફેર કરે છે છતાં જવાબદાર સરકારી તંત્રો આંખ મિચામણા કરે છે.
ખેરગામથી સવારે ૦૬૨૫ કલાકે ઉપડતી ઉપયોગી બસને ૧૫ મિનિટ વણમાગી મનસ્વી પણે વહેલી કરી મુસાફરોને કોઈ જાણ, ડેપોમાં નોટિસ પણ મુકવાની તસ્દી લીધી નથી.
ઍક જાગૃત નાગરિક ૦૬૨૦ થી આ બસની રાહ જોતા ઉભા હતા અને ડેપોમાં ૬-૩૦ ફોન કરી પૂછ્યું ત્યારે જાણ કરી કે ૫-૫૦ ના બદલે ૫-૪૦ ઍ વહેલી ઉપડી જાય છે. વરિષ્ઠ નાગરિકે હવે ૬-૪૫ પાટી વલસાડ મળશે ની રાહ જોતા ૬ઃ૩૩ ઍ તે આવી, વહેલી આવતા ક્રૂને પૂછતા આ પણ વહેલી કરી છે ઍવું જણાવ્યું જેની જાણ પણ કોઈને નથી.
જેથી ૦૭-૦૭ ક. બસ ૨૦૭૩ વલસાડ કોલેજ સ્ટેન્ડ પર જ સીધી લગાવી, (વલસાડ ખાતે ઍલાઈટ પ્લેટફોર્મ જ બનાવેલું નથી) જેમાં ૭૦ થી વધુ મુસાફરો ઠાન્સવામાં આવ્યા હતા ઍટલે કે ૩૨ બેઠકની સામે ૩૮ ઉભેલા. (જે સ્ટેન્ડિઝની મીની બસમાં છૂટ-વ્યવસ્થા જ નથી.) ઍસટી નિગમ નિયમ વિરુદ્ધ વર્તન કરે છે. ખેરગામથી ચઢેલા મુસાફરોઍ કચડાઈને વલસાડ સુધી ઉભું રહેવું પડે છે. પીઠા સેગવા કલવાડા વિ. સ્ટેન્ડના મુસાફરોને લઈ શકાય નહી તેવી ગંભીર હાલત હતી. દરવાજો તો ઓટોમેટિક હોવા છતાં તેનો ઉપયોગ કરવા દેતા નથી જેથી દરવાજે પણ મુસાફરો જોખમી લટકે છે. વરિષ્ઠ નાગરિક માટે તો અનામત બેઠક જ નથી પરિણામે ઉભા ઉભા દુઃખી થતાં વલસાડ પહોંચતા જ કંટ્રોલરની પાસે ફરિયાદપોથી માંગી ૧૧૦૩૪ ક્રમાંકથી ફરિયાદ લખી હતી જેમાં સમય ફેરફાર અંગે મુસાફરોને આગોતરી જાણ કરવી જોઈઍ તેવું ડેપો વાળા નથી કરતા કે નથી નોટિસ મુકતા. રોજ ખેરગામથી ઉભા ઉભા વલસાડ સુધી આવતી ૪ વરિષ્ઠ મહિલાઓની પાસે પણ પાછળ ફરિયાદમાં સહી લેવામાં આવી છે.
