Damanganga Times.

Damanganga Times.

July 16, 2026

સાદડી રાણકપુર જૈન મંડળ વાપીનો સ્નેહ સંમેલન અને જનરલ મિટિંગ યોજાઈ

સાદડી રાણકપુર જૈન મંડળ વાપીનો સ્નેહ સંમેલન અને જનરલ મિટિંગ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૫ ઃ સાદડી રાણકપુર જૈન મંડળ વાપી દ્વારા રવિવાર, ૧૨ જુલાઈ ૨૦૨૬ના રોજ કેશર ફાર્મ, બગવાડા ખાતે સ્નેહ સંમેલન અને જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક ભાવના અને સમાજના વરિષ્ઠજનોના માર્ગદર્શન સાથે થઈ હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્ના હતા. બસ દ્વારા યાત્રા દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જનરલ મિટિંગમાં સામાજિક વિષયો પર ચર્ચા કરવામાં આવી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલાઓઍ નૃત્ય કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો.
મંડળ દ્વારા વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ના ધોરણ ૧ થી ૧૦ના તેજસ્વી વિદ્યાર્થીઓની માર્કશીટ મંગાવી સન્માન કરવાનો નિર્ણય લેવાયો. સાથે જ તપસ્વીઓનું સન્માન અને ડિગ્રી પ્રા કરનાર બાળકોના નામ નોંધવાની પણ અપીલ કરવામાં આવી. જે સભ્યો પાસે વાહનની સુવિધા ન હતી તેમના માટે વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મંડળના પદાધિકારીઓઍ સમાજના તમામ સભ્યોને વધુને વધુ સંખ્યામાં જોડાઈને ઍકતા, શિક્ષા અને સામાજિક વિકાસને મજબૂત બનાવવા આહ્વાન કર્યું. આ પ્રસંગે નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે પુષ્પેન્દ્ર ભંડારી, ઉપપ્રમુખ સચિન બંબોલી, સેક્રેટરી નિલેશ ધોકા, ખજાનચી પ્રમોદ પરલેચા, કમિટીના સભ્યો તરીકે શ્રીપાલ પરમાર, મહેન્દ્ર ગુગલિયા, રાકેશ તળેસરા, કેતન,ભાવેશ બાગના, રોહિત કાવેડેચિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.