ગણદેવા સ્મશાન ભૂમિ પાસે જુગાર રમતા ૬ ઝડપાયા
- byDamanganga Times
- 16 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૫ ઃ ગણદેવી તાલુકાના ગણદેવા ગામે સ્મશાન ભૂમિ પાસે ચાલતા જુગારધામ પોલીસે છાપો માર્યો હતો. જેમાં ૬ આરોપીઓ રંગેહાથ દબોચી રૂ.૧.૪૨ લાખનો મુદ્દામાલ જ કર્યો હતો. જ્યારે ઍકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ગણદેવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પૂર્વપટ્ટી નાં ગણદેવા ગામે સ્મશાન ભૂમિની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક યુવાનો ગોળ કુંડાળું વળી તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્ના છે. પોલીસે સ્થળ પરથી કુલ ૬ જુગારીયા અક્ષયભાઈ બાલુભાઈ પટેલ (૩૨) રહે. રાનવેરીખુર્દ, પટેલ ફળીયું, તા. ચીખલી,અંકિતભાઈ સુરેશભાઈ પટેલ ( ૩૦) રહે. કાગવઈ, ઘંટી ફળીયા, તા. ચીખલી, દિનેશસિંગ કલ્લુસિંગ રાજપુત ( ૪૮) રહે. ખાપરીયા, વડ ફળીયા, તા. ગણદેવી, હિતેષભાઈ અરવિંદભાઈ પટેલ (૪૧) અનેરમેશભાઈ મણીલાલ પટેલ (૪૫) બંને રહે. સાંબાગામ, મેડીયા ફળીયા, તા. અંબિકા, રૂપેશકુમાર ધીરૂભાઈ પટેલ (૩૦) રહે. ખરવાણ ટેકરી ફળીયા, તા. મહુવા ની અટકાયત કરી હતી. જ્યારેઅક્ષયભાઈ રાજુભાઈ પટેલ રહે. ગણદેવા, કેવડીયા ફળીયા, તા. ગણદેવી, ને વોન્ટેડ જાહેર કર્યો હતોપોલીસે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૭,૭૫૦, આરોપીઓની અંગ ઝડતીમાંથી રૂ.૧૫,૨૧૦ અને દાવ પરથી રૂ.૨,૫૪૦, મોબાઈલ ફોન નંગ૫ રૂ.૬૫ હજાર, મોટર સાયકલ ૦૨ કિંમત રૂ.૬૦ હજાર મળી કુલ રૂ.૧,૪૨,૭૬૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગણદેવી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
