Damanganga Times.

Damanganga Times.

July 16, 2026

નાની ઢોલડુંગરીમાં દીપડાના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત

નાની ઢોલડુંગરીમાં દીપડાના હુમલાથી મહિલા ઈજાગ્રસ્ત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૫ ઃ ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામના માન ફળિયામાં આજે વહેલી સવારે દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સવારે અંદાજે ૬ વાગ્યે ૪૦ વર્ષીય જ્યોતિબેન પટેલ પર દીપડાઍ હુમલો કર્યો હતો. સદનસીબે મહિલાને સામાન્ય ઇજા પહોંચતા સારવાર હેઠળ નજીકની પીઍચસી ખાતે લઈ જવામાં આવી હતી
પ્રા માહિતી મુજબ, જ્યોતિબેન પટેલ પોતાના ઘર નજીકના કોઢમાંથી છાણ નાખવા માટે ઉખેડા પર ગયા હતા. તે દરમિયાન નજીકના ખેતરમાં પાણીનો પ્લાસ્ટિક પાઇપ વાળતી વખતે ઝાડીમાંથી અચાનક હિંસક દીપડો બહાર આવી મહિલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન દીપડાઍ મહિલાના પગના ભાગે પંજો મારતા નખના નિશાન પડ્યા હતા.
હુમલા બાદ ગભરાઈ ગયેલી મહિલાઍ જોરજોરથી બૂમાબૂમ કરતા આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોની હાજરીથી દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. મહિલાને પગમાં સામાન્ય ઇજા થતાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.
ઘટનાની જાણ તાત્કાલિક ધરમપુર વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ઘટનાસ્થળ નજીક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે તેમજ વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગ્રામજનોઍ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડો સતત ફરતો જોવા મળી રહ્ના છે. છતાં યોગ્ય પગલાં ન લેવાતા આજે આ હુમલાની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી, મરઘમાળ, બિલપુડી ડુંગરપાડા, મધુરી, વાંકલ સહિતના આજુબાજુના વિસ્તારોમાં અગાઉ પણ દીપડાના હુમલામાં મનુષ્યો તેમજ પશુઓ ઇજાગ્રસ્ત થયાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેના કારણે ગ્રામજનોઍ વન વિભાગ સમક્ષ દીપડાને વહેલી તકે પકડી સુરક્ષા સુનિડ્ઢિત કરવા તેમજ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવી છે.