Damanganga Times.

Damanganga Times.

July 16, 2026

આજે દમણના નમો ઍરપોર્ટથી પહેલી ફલાઇટ ઉડાન ભરશે

આજે દમણના નમો ઍરપોર્ટથી પહેલી ફલાઇટ ઉડાન ભરશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૫ ઃ બુધવાર દમણ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે. આજે દમણના નવનિર્મિત નમો ઍરપોર્ટથી દિલ્હી માટે પહેલી કોમર્શિયલ ફલાઇટ ઉપડશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ અને રાજ્ય પ્રશાસક પ્રફુલ પટેલ ફલાઇટને લીલી ઝંડી આપશે.
પ્રથમ ફલાઇટના લોન્ચિંગ નિમિત્તે નમો ઍરપોર્ટ સંકુલમાં ઍક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, વિવિધ સંગઠનોના અધિકારીઓ અને અન્ય મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઍરપોર્ટને ખાસ શણગારવામાં આવ્યું છે, અને ઉદ્ઘાટન સમારોહ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
દિલ્હી અને દમણ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થવાથી પ્રદેશમાં પર્યટન, વેપાર અને રોકાણને નવી ગતિ મળશે તેવી અપેક્ષા છે. મુસાફરોને હવે રોડ અને રેલ મુસાફરી પર આધાર રાખવો પડશે નહીં, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે. આ સેવા દમણને રાષ્ટ્રીય રાજધાની સાથે સીધી રીતે જોડીને પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, નમો ઍરપોર્ટથી હવાઈ સેવાઓના વિસ્તરણ સાથે, ભવિષ્યમાં અન્ય મોટા શહેરો માટે ફલાઇટ્સ શરૂ થવાની અપેક્ષા છે. સ્થાનિક લોકો પ્રથમ ફલાઇટને લઈને ઉત્સાહિત છે, જેને દમણના વિકાસમાં ઍક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્નાં છે.