Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

નાનાપોîઢા પોલીસે BSNL ટાવરની ચોરીની૧૪ બેટરી સાથે ઍકને ઝડપ્યો

નાનાપોîઢા પોલીસે BSNL ટાવરની ચોરીની૧૪ બેટરી સાથે ઍકને ઝડપ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૫ ઃ નાનાપોંઢા પોલીસે મહારાષ્ટ્રના અહલ્યાનગર (અહમદનગર) જિલ્લામાં દરોડા પાડી ઍક આરોપીની ધરપકડ કરી છે તથા ચોરીની કુલ ૧૪ ગ્લ્ફન્ ટાવર બેટરીઓ કબજે કરી છે. ફરિયાદી હાર્દિકભાઈ સિતારામભાઈ બાત્રીઍ નોંધાવેલી ફરિયાદ મુજબ, ૧૩ જૂનના રોજ પાનસ ગામના ઉપલા ફળિયામાં આવેલા ગ્લ્ફન્મોબાઇલ ટાવરના કમ્પાઉન્ડની જાળી કાપી કબાટનું તાળું તોડી અંદર રહેલી સાત બેટરીઓ, જેની કુલ કિંમત રૂ. ૬.૪૪ લાખ હતી, ચોરી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ મહારાષ્ટ્રના અહલ્યાનગર પહોંચી હતી. ત્યાંથી નારાયણ મહાદુ લોખંડે (ઉ.વ.૫૯)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી કુલ ૧૪ ગ્લ્ફન્ ટાવરની બેટરીઓ, અંદાજિત રૂ. ૧૩.૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં દીપક નારાયણ લોખંડે હાલ ફરાર છે.