Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

વાપીમાં સગીરાને વારંવાર દુષ્કર્મ કરનાર યુવક સામે ગુનો દાખલ

વાપીમાં સગીરાને વારંવાર દુષ્કર્મ કરનાર યુવક સામે ગુનો દાખલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ  વાપી શહેરના ઍક વિસ્તારમાંથી સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૧૭ વર્ષની સગીરાને ફોસલાવીને વારંવાર શારીરિક શોષણ કરનાર યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસે પોક્સો ઍક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુંજન વિસ્તારમાં રહેતો અશરફ હુસૈન  રહે ગુંજન અફસાના માર્કેટ નામનો યુવક ઍ છેલ્લા કેટલાક સમયથી સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ફોસલાવતો હતો. જે બાદ વિશ્વાસમાં લઈને અલગ-અલગ જગ્યાઍ લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનોઍ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી અશરફ હુસૈન વિરુદ્ધ ગ્ફલ્ ની સંબંધિત કલમો અને પોક્સો ઍક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદ નોંધાતા જ આરોપી ઘરેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. સગીરાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.