નરોલીની માર્બલ કંપનીમાં અકસ્માત, ઍક મજૂરનું મોત : બેને ઈજા
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૪ ઃ દાદરા અને નગર હવેલીના નરોલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જિન્યુઇન માર્બલ કંપનીમાં ટ્રકમાંથી માલ ઉતારતી વખતે થયેલા અકસ્માતમાં ૧૮ વર્ષીય મજૂરનું મોત થયું છે, જ્યારે અન્ય બે મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકના પરિવારજનોઍ કંપની સંચાલન પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. માહિતી મુજબ ઉત્તર -દેશના રહેવાસી ૧૮ વર્ષીય ભાસ્કરનું રવિવારે કંપની પરિસરમાં ટ્રકમાંથી માલ ઉતારતી વખતે અકસ્માતમાં મોત થયું હતું. આ ઘટનામાં અન્ય બે મજૂરો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. પરિવારજનોઍ આરોપ લગાવ્યો છે કે અકસ્માત સમયે કાર્યસ્થળ પર પૂરતો પ્રકાશ નહોતો. તેમજ મજૂરો માટે જરૂરી સુરક્ષા સાધનો અને સલામતીની પૂરતી વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી. તેમના જણાવ્યા મુજબ કંપનીની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હતી. પરિવારનું કહેવું છે કે જો સલામતીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હોત અને મજૂરોની સુરક્ષા અંગે પૂરતું ધ્યાન અપાયું હોત, તો આ અકસ્માત ટાળી શકાય તેમ હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારજનોઍ વહીવટીતંત્રને ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિક સુરક્ષાના નિયમોનું કડક પાલન સુનિડ્ઢિત કરવા માંગ કરી છે. હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે. નરોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ભ્લ્ત્ શશી કુમાર સિંહ વધુ કાર્યવાહી કરી રહ્ના છે.
