Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

જગન્નાથ યાત્રાને લઈ ડુંગરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જગન્નાથ યાત્રાને લઈ ડુંગરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપીના ડુંગરા ખાતે ગુરુદ્વારાની સામે આવેલા તળાવની પાળ પર આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી ગુરુવારે સત ૧૫માં વર્ષે ભવ્ય રથયાત્રા નીકળશે. યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડુંગરા પોલીસ દ્વારા આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.
ધરમપુર ખ્લ્ભ્ ડો. સંદીપ ટી.ના નેતૃત્વમાં ડુંગરા ભ્ત્ ગોહિલ અને તેમની ટીમ સાથે જગન્નાથ મંદિરથી ચણોદ ગેટ સુધીના રથયાત્રાના સમગ્ર રૂટ પર ફૂટ માર્ચ કરવામાં આવી. આ દરમિયાન રથની ઊંચાઈને કારણે અવરોધરૂપ બનતા વાયરો, ઘ્ઘ્વ્સ્ કેમેરા અને અન્ય ચીજો અંગે તપાસ કરી સ્થાનિકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા. શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રા માટે પોલીસ દ્વારા તમામ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. યાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા પોલીસ તંત્ર સજ્જ છે.